UNમાં કાશ્મીર-કાશ્મીર કરતા પાકિસ્તાનને ભારતે લીધું આડે હાથ

  • 2 years ago
સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતે વારંવાર પાકિસ્તાન પર જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણા ફેલાવવાના તેના હતાશાપૂર્ણ પ્રયાસો ચાલુ રાખે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, “અમે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. પરંતુ પાકિસ્તાનના એક પ્રતિનિધિએ ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે પછી ભલે પાકિસ્તાન તેના વિશે શું વિચારે.

Recommended