ચારેય ડાયરેક્ટર સામે લુક આઉટ નોટિસ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
  • 2 years ago
બોટાદ ઝેરી કેમિકલ કાંડના મામલે પીપીળજની AMOS કંપનીના ડાયરેક્ટરના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યુ છે. જેમાં સમીર પટેલ ઘરે ન મળતા SITએ સમન્સ પાઠવ્યું છે. તેમજ અન્ય

ડાયરેક્ટરના ઘરે પણ SITએ સર્ચ કર્યું છે. તેમાં પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા છે. તેથી બન્ને ડાયરેક્ટરને પુરાવા સાથે પોલીસ સ્ટેશન હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.

સમીર પટેલને SIT દ્વારા સમન્સ પાઠવાયું

ઉલ્લેખનીય છે કે ચારેય ડાયરેક્ટર સામે લુક આઉટ નોટિસ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ લઠ્ઠાંકાડ માટે જવાબદાર કેમીકલ AMOS કંપનીથી આવ્યું હતુ. તેમાં ફિનાર

કંપનીના એક કર્મચારી નિવેદન માટે આવતા નિર્લિપ્ત રાયે પરત મોકલીને ડાયરેક્ટર્સને હાજર રહેવા સુચના આપી છે. તેમાં એમોસ કંપનીનો મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો

છે. SITની ટીમે ડાયરેક્ટરના પરિવારના લોકોની પણ પૂછપરછ કરી છે. સમીર પટેલને SIT દ્વારા સમન્સ પાઠવાયું છે. તો ચારેય ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે.

સમીર પટેલ ઉપરાંત ડાયરેક્ટર રણજીત ચોકસી પણ ફરાર છે. SIT ની ટીમે રંજીત ચોક્સીના ઘર બહાર નોટિસ લગાવી છે. જોકે, ડિરેક્ટર પંકજ પટેલ અને ચંદુ પટેલ ઘરે મળી આવ્યા

હતા. SIT એ બંને ડિરેક્ટરને પુરાવા લઈ હાજર થવા સમન્સ આપ્યુ છે.

એક આરોપી હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ બાકી

બરવાળા કેમિકલ કાંડમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થયા છે. તેમાં મહિલા સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી. કેમિકલ કાંડના તમામ આરોપીઓ રિમાન્ડ પુરા થતા તમામ

આરોપીઓને ભાવનગર જેલ હવાલે કર્યા છે. તેમજ એક આરોપી હોસ્પિટલમાં હોવાથી તેની ધરપકડ બાકી છે.
Recommended