કાશ્મીર રાગ આલાપનાર જર્મનીને ભારતે ચોપડાવી દીધું, ત્રીજા પક્ષની જરૂર નથી

  • 2 years ago
પાક. અને જર્મનીએ કાશ્મીર સમસ્યા ઉકેલવા યુએનને સામેલ કરવાની માગણી કરી હતી. ભારતે બંને દેશોની માગણી ફગાવી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાન પહેલાં જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી કરવામાં આવતા આતંકી હુમલા બંધ કરે પછી બધી વાત. આમ ભારતનાં વિદેશમંત્રાલયે બર્લિનમાં એક સંયુક્ત પ્રેસ મીટમાં પાક.ના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો તેમજ જર્મનીનાં વિદેશપ્રધાન એનાલેના બેરબૉકની ટિપ્પણીનો સણસણતો જવાબ આપ્યો હતો અને પાક.ની ભાષા બોલનાર જર્મનીના વિદેશપ્રધાનની બોલતી બંધ કરી હતી. ભારતે કહ્યું કે પાક. સાથે વાતચીત એ કાશ્મીરમાં જે લોકો ત્રાસવાદનો ભોગ બન્યા છે તેવા પીડિતોને ઘોર અન્યાય સમાન છે જર્મની તેમને ન્યાય અપાવવાની વાત કરે.

Recommended