ભારતે કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
  • last year
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બેઇજિંગની મુલાકાત દરમિયાન ગુરુવારે રજૂ કરાયેલા ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ભારતે જમ્મુ અને કાશ્મીરના સંદર્ભને ફગાવી દીધો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ સંદર્ભો અયોગ્ય છે. ભારતે આવા નિવેદનોને સતત નકારી કાઢ્યા હોવાનું જણાવતાં બાગચીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની વાતચીત બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
Recommended