માઉન્ટ આબુ બન્યું કાશ્મીર, -6 ડિગ્રીમાં ગાત્રો થીજવતી ઠંડી

  • last year
કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનની શરૂઆત થઇ ગઇ છે. ઉત્તરભારતમાંથી ઠંડા પવન ફૂંકાતા ગુજરાત સહિત દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના પાડોશમાં આવેલ રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડુંગાર થઇ ગયું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -6 ડિગ્રી પર પહોંચી ગયો છે. ત્યારે માઉન્ટ આબુ ચિલ્લાઇ કાલન બન્યું હોય તેવું લાગે છે. હાડ થીજવતી ઠંડીના કારણે સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ખુલ્લા મેદાન, ગાડીઓ પર બરફના થર જામી ગયા છે.