સતત ચોથા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ બન્યું સૌથી સ્વચ્છ મેગાસિટી

  • 2 years ago
આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2022 અંતર્ગત સ્વચ્છ શહેરોને એવોર્ડ જાહેર કરાયા હતા. જેમાં અમદાવાદના સૌથી સ્વચ્છ મેગાસિટી તરીકે એવોર્ડ અપાયો હતો. આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2016માં પ્રથમ વખત ભારતભરનાં 400થી વધારે શહેરોને કચરાનાં વ્યવસ્થાપન અને શૌચાલયોની સુવિધા પુરી પાડવાના ધ્યેય સાથે સ્વચ્છતાનાં ધોરણો પર ક્રમાંક આપવા માટે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવેલ. આ સર્વેક્ષણોમાં અમદાવાદ શહેરનો ભારતભરનાં શહેરોમાં 2016 અને 2017માં 14મો જ્યારે 2018માં 12મો ક્રમાંક આવ્યો હતો.

Recommended