બનાસકાંઠામાં મેઘમહેર, દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ

  • 2 years ago
ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં આ વર્ષે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે અંબાજી નજીક રાજસ્થાન સરહદના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના કોટેશ્વરથી કૂકડાફળી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અરાવલીની પર્વતમાળાની વચ્ચે વરસાદના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.