રાજ્યમા મહેસૂલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ

  • 2 years ago
રાજ્યમા મહેસૂલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે તે વાત સરકારે સ્વીકારી પણ છે અને માને પણ છે તેમ છતાં તેના ઉપર કોઈ પગલાં નથી લેવાતા..તાજેતરમાજ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઓચિંતી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેજ ગાંધીનગરના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભૂમાફિયાઓ દ્વારા મિલીભગત કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે..જેમાં ગાંધીનગર જિલ્લાના 9 જેટલા નાના ખેડૂતોની જમીન હડપી લેવામાં આવી છે..ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારી જાણ બહાર આ જમીન હડપી લેવામાં આવી છે..જેની અમને જાણ નથી..જિલ્લા રજિસ્ટ્રાર અને ભૂમાફિયાઓ ની મિલીભગત થી અમારી હાજરી વિનાજ દસ્તાવેજ બનાવી આપવામાં આવ્યા છે..જેને લઇ અમે રાજ્ય સરકાર અને ગાંધીનગર કલેકટર કચેરી ખાતે પણ ફરિયાદ કરવામાં આવી છે..જોકે આ તમામ ભૂમાફિયાઓ દસ્તાવેજો કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે..