ગીતાંજલી ચોકડી પાસે અકસ્માતની ઘટના બની

  • 2 years ago
નડિયાદમાં પીજ રોડ ગીતાંજલી ચોકડી પાસે આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવના પંડાલમાં ડેકોરેશન કરતા સમયે ઘટના બની હતી. તેમાં

ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે બે

યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં

વીજ કરંટ લાગતા બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. તથા એક યુવકનો આબાદ બચાવ થયો હતો.



સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા

પીજ રોડ પર આવેલ ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે અચાનક 11 કે.વીનો વાયર

માથાના ભાગે અડકી જતાં ઘટના બની હતી.

હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. તેમજ 

નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ શરૂ

કરવામાં આવી છે.



1 યુવકે ચંપલ પહેરેલા હતા તે બચી ગયો

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીજ રોડ ગીતાંજલી ચોકડી પાસે દરવર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ યોજાય છે. આ વર્ષે પણ મહોત્સવના આયોજનને લઈને રાત્રિના સુમારે પંડાલ

બાંધકામનું કામ ચાલી રહ્યું હતુ. તેમાં સાત જેટલા મજૂરો પંડાલ બાંધકામનું કામ કરી રહ્યા હતા. જે પૈકી ત્રણ મજૂરો પંડાલ પર તાડપત્રી નાખવાનું કામ કરી રહ્યા હતા. જોકે પંડાલની

ઉપરથી જ 11 કેવી વીજલાઇન પસાર થતી હોઈ એક મજૂરના માથાના ભાગે 11 કેવીનો વાયર અડી જતા તેને કરંટ લાગતા પંડાલ પર ચોટી ગયો હતો. જ્યારે બીજા પણ મજૂરને કરંટ

લાગતા તે ભોંય પર પટકાયો હતો. જ્યારે ત્રીજા મજૂરે ચપ્પલ પહેર્યા હોય તેને કરંટ લાગ્યો ન હતો. બનાવને પગલે તુરંત જ બંને કરંટ લાગેલ મજૂરોને તાત્કાલિક નડિયાદ સિવિલ

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહોત્સવ ટાણે બનેલ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. જેમાં નડિયાદ

પશ્ચિમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

Recommended