સુરતમાં દિવાળીના તહેવારમાં કુલ 53 વિસ્તારોમાં આગની ઘટના બની

  • 2 years ago
સુરત શહેરમાં દિવાળીના તહેવારમાં રાત્રી દરમિયાન ઠેર ઠેર આગના બનાવો બન્યા હતા. દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડતા હોય છે જેના કારણે આગના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે. શહેરના અલગ અલગ કુલ 53 જેટલા વિસ્તારોમાં આગની ઘટના બની હતી. વેસુ, કતારગામ, સચિન, વેડ રોડ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં આગ લાગી હતી. આ આગના બનાવોમાં વેસુમાં ભારે નુકશાન થયું હતું. જ્યારે અન્ય કોઈ બનાવમાં જાનહાનિ થઈ નથી.

Recommended