ઉમરગામમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

  • 2 years ago
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા બેલા રેસિડન્સીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. એપાર્ટમેન્ટના દસમા માણે આગ લાગવાના કારણે દોડધામ મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉમરગામમાં ગાંધી વાડી નજીક આવેલી બેલા રેસિડેન્સિયલ કોમ્પલેક્સના P વિંગમાં વાયરિંગ સળગતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 10માં માળ સુધી પહોંચી ગઈ હતી.

Recommended