PM મોદીએ ગુજરાતમાં રાહત કામગીરીની માહિતી મેળવી

  • 2 years ago
ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘ કહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે, ત્યારે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં પૂરની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરીની સ્થિતિ વિશે માહિતી મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને રાહત અને બચાવ કામગીરી અંગેની માહિતી મેળવી છે. જ્યારે આવતીકાલે વધુ બે ચોપર પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યૂ માટે લગાવવામાં આવશે. જ્યારે આવતીકાલે વધુ 5 NDRFની ટીમ ગુજરાતમાં આવી શકે છે.

Recommended