PM મોદીએ INS વિક્રાન્ત્વ દેશને સમર્પિત કર્યું

  • 2 years ago
INS વિક્રાંતના આગમનથી ભારતીય નેવીની તાકાતમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કર્યું. આ એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતીય નૌકાદળના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. કે જેણે વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાખ્યું હતું. INS વિક્રાંતથી ભારતીય નેવી વધુ સજ્જ અને શક્તિશાળી બનશે. ભારત હવે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન સહિતના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે કે જે આટલા મોટા યુદ્ધ જહાજો ઘર આંગણે બનાવવાની ક્ષમતા ધરાવે છે.

Recommended