ભારતે સબમરીન INS અરિહંતથી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

  • 2 years ago
ભારતની વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સબમરીન INS અરિહંતે શુક્રવારે સફળતાપૂર્વક બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે, જે અંગેની માહિતી સંરક્ષણ મંત્રાલયે આપી છે. મિસાઈલનું પરીક્ષણ પૂર્વનિર્ધારિત રેન્જમાં કરવામાં આવ્યું હતું અને બંગાળની ખાડીમાં સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને પ્રહાર કરતી વખતે તે તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોને પૂર્ણ કરાયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આઈએનએસ અરિહંત દ્વારા SLBM (સબમરીન બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ)ની સફળ ઉપયોગી તાલીમ પ્રક્ષેપણ ક્રૂની કાર્યક્ષમતાને સાબિત કરવા તેમજ SSBN પ્રોગ્રામને અનુરૂપ આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Recommended