PM મોદીએ આજે 61,000થી વધુ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે અંબાજીના ચીખલામાં આવ્યા હતા. અહીં તેમણે 6909 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિક રૂપે ઘરની ચાવીની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં ચાર લાખ ગ્રામીણ અને સાત લાખથી વધુ શહેરી ગરીબ મધ્યમ વર્ગના પરિવારને પોતાના આવાસ મળ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિન દયાળ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના સહિતની યોજનાઓના રૂપિયા 1800 કરોડના કુલ 53 હજાર જેટલા નવા આવાસોનું લોકાર્પણ કરાયું હતું અને રૂપિયા 116 કરોડના 8600 મકાનોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે છ ગામોમાં આવાસોના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. તેમણે ડિજીટલી માધ્યમથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજીટલી માધ્યમથી પંચમહાલ લાભાર્થીને મળેલા શણગારેલા ઘરની પૂજા વિધિ નિહાળી હતી, તો તેમણે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે લાભાર્થી દ્વારા યોજાયેલા ઘરનો પ્રવેશોત્સવને નિહાળ્યો હતો.

Recommended