અમદાવાદ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું કર્યું ખાતમુહૂર્ત

  • 2 years ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે. જેમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું છે. મિશન મિલિયન ટ્રી અંતર્ગત રિંગ રોડ પર વૃક્ષારોપણ કર્યું છે. તેમજ
મણિપુર ગોધાવી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું છે. તથા EWS પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ પણ કર્યું છે. તેમજ કપિલેશ્વર તળાવનું રીડેવલપમેન્ટ કરાશે. તથા

કમોડ સર્કલ નજીક 6 લેન ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થશે. જેમાં રૂ.77 કરોડના ખર્ચે આ ઓવર બ્રિજ તૈયાર થશે.

વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતુ કે 211 કરોડના કામોનું એક સાથે ખાતમુહૂર્ત કર્યું છે. તેમજ 70 હજાર લોકોના ઘરે પાણી પહોચ્યું છે. પાણી અશુદ્ધ હોય તો શરીર રોગોનું ઘર બને છે. 13

વર્ષ પહેલા સરખેજના ધારાસભ્ય તરીકે લડતો હતો. તથા આદિવાસીઓ, સાગર ખેડૂઓની ચિંતા કરી છે. દરેક લોકો પોતાના ઘર, દુકાનોમાં તિરંગા ફરકાવે. એક રાષ્ટ્રધ્વજ લઈ પોતાના

ઘર પર ફરકાવો. તથા રાષ્ટ્રધ્વજ ફરકાવી વિશ્વમાં આપણી તાકાતનો પરચો બતાવો. તથા તિરંગા ફરકાવી સરકારને સેલ્ફી મોકલીએ.


- મણિપુર ગોધાવી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

- ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્સ પ્રમાણે 68920 ચોરસમીટર પ્લોટિંગ એરીયામાં ફેલાયેલું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ 969 લાખમાં તૈયાર કરવામાં આવ્યું

- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 400 મીટર સિન્થેટિક રનિંગ ટ્રેક, બાસ્કેટ બોલ કોર્ટ, કબ્બડી કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને હાઈ અને લોન્ગ જમ્પ માટેની વિશેષ વ્યવસ્થા

- 500 વ્યક્તિઓને બેસી શકે, ફસ્ટ એઇડ રૂમ ,ચેન્જિંગ રૂમ સહિતની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં છે વ્યવસ્થા

AUDA દ્વારા 210 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસકાર્યોનું અમિતશાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનું લોકાર્પણ બાદ
બોપલમાં EWS પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 70 રહેણાંક મકાનો બનાવાયા તેનું લોકાર્પણ કર્યું છે. તથા બોપલ વોટર સપ્લાય પ્રોજેકટ થકી નર્મદાનું પાણી ઘરે પોહચાડવાની

યોજનાનું લોકાર્પણ કર્યું છે. તથા મિશન મિલિયન ટ્રી કાર્યક્રમ અંતર્ગત ઔડા હસ્તકના રિંગ રોડ પર ટ્રી પ્લાન્ટેશન કરાયું છે. તેમજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષના કાર્યક્રમ સ્થળે આરોગ્યમંત્રી ઋષિકેશ

પટેલ, સાંસદ નરહરિ અમીન, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે.

Recommended