PM મોદીએ નેત્રંગમાં જાહેરસભા સંબોધી

  • 2 years ago
ભરૂચમાં માછીમારોનો વેપાર વધી રહ્યો છે. માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યુ. માછીમારોની કમાણી કેવી રીતે વધે તે માટે પ્રયાસ કર્યો. નરેન્દ્ર - ભૂપેન્દ્રની સરકાર તમારા માટે ખડેપગે છે. આદિવાસીઓને ભાજપ માટે પ્રેમ છે. ઉમરગામથી અંબાજી સુધી લોકો ભાજપ સાથે છે. ભાજપના લોકોની સેવા આદિવાસીઓએ જોઇ છે. આઝાદીના 75 વર્ષ પછી આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બન્યા. કોંગ્રેસ અમારી વાત ન માની સામે ઉમેદવાર ઉભા રાખ્યા. આદિવાસી વિસ્તારમાં બેંકમાં ખાતા ખોલવાનું અમે ચાલું કર્યું. કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન નથી કર્યુ. પહેલા મરઘાના બદલામાં જંગલોની પ્રોડક્ટ લઇ જતા હતા. આજે સરકાર જંગલોની 90 જેટલી પ્રોડક્ટ સરકાર ખરીદે છે. કોંગ્રેસના લોકો ઠેકેદારી કરે, ભાજપ સેવા કરે. કાયદો બદલીને આદિવાસીઓને વાંસની ખેતીનો હક આપ્યો. આદિવાસી વિસ્તારમાં વાંસની ખેતી થવા લાગી. પહેલા અગરબત્તી બનાવવા વાંસ વિદેશથી લાવતા હતા. આજે વાસની ખેતી બહોળા પ્રમાણમાં થઇ રહી છે. સર્વાંગી વિકાસની સાથે ઔધોગિક વિકાસ પણ જરૂરી છે. ભરૂચ જિલ્લો ઔધોગિક વિકાસથી ધમધમી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર ટ્વિન સિટી જેવા જ છે. પહેલા કરતા વધુ મતદાન થવું જોઇએ. બધા રેકોર્ડ તૂટે એવું મતદાન થવું જોઇએ.

Recommended