સવારે ઊંઘ બગડતાં માસૂમ બાળકીને પછાડીને મારી નાંખનાર પિતાને આજીવન કેદની સજા

  • last year
સુરત શહેરના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં પોતાની સગી આઠ માસની બાળકીનું મુક્કા મારીને જમીન ઉપર પછાડી દઇ કમકમાટીભર્યું મોત નીપજાવવાના કેસમાં કોર્ટે નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં આરોપી ઉવેશ હસન શે (ઉં.વ 24)ને કલમ 302 મુજબ કેદ ઉપરાંત પચીસ હજારનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી હતી.