પાટણમાં મસ્તી કરતાં વિદ્યાર્થીને શિક્ષકે ક્રૂર સજા કરી, બીજા માળેથી ઉંધો લટકાવ્યો

  • last year
પાટણમાં શાળામાં મસ્તી કરતા ધોરણ-8ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બર્બરતાથી પાળીએ ઊંધો લટકાવી ઢોર માર મારવામાં આવતા બરડાના ભાગે નિશાનો ઉપસી આવ્યા છે. આ અંગે વાલી દ્વારા શાળામાં જઈ ભારે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં મસ્તી કરતા હતા ત્યારે ઠપકો આપવાની જગ્યાએ શિક્ષકે ઢોર માર માર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે એમ એન સ્કૂલમાં અભ્યાસ કરતા રાવળ સોહિલ નામના વિદ્યાથીને ઢોર માર મરાયો. શિક્ષક તરીકે ફરજ બજાવતા મયંક પટેલે વિદ્યાર્થીને માર મારતા શરીર પર ઘા પડી ગયા હતા. શિક્ષકે વિદ્યાર્થીને બીજા માળેથી પાળી પર ઊંઘો લટકાવી તેના પગ દબાવી માર માર્યો હતો.

Recommended