ખરાબ હવામાનને કારણે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

  • 2 years ago
મેઘાલયના સીએમ કોનરાડ સંગમાના હેલિકોપ્ટરનું રાજધાની શિલોંગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખુદ સીએમએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું ઉમિયામ તળાવ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું ઉમિયામમાં યુનિયન ક્રિશ્ચિયન કોલેજ (યુસીસી) મેદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સંગમાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ ત્યારે થયું જ્યારે તેઓ તુરાથી શિલોંગ જઈ રહ્યા હતા. તુરાથી માર્ગ પર ખરાબ હવામાનને કારણે ઉમિયામમાં UCC ખાતે ઇમરજન્સી લેન્ડિંગનું મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું હતું..