દિવાળીના કારણે ST અને ખાનગી ટ્રાવેલ્સવાળાને તડાકો, ભાડામાં વધારો

  • 2 years ago
દિવાળીના તહેવારોને લઇ એસટી અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોની ભારે ભીડને લીધે ખાનગી બસોએ ભાડામાં ત્રણ ગણા સુધી વધારો કર્યો છે. બીજી તરફ એસટીએ બસની સંખ્યા વધારી હોવા છતાં બસ ઓછી પડી રહી છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ્ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેમાં રાજકોટ, પોરબંદર અને દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. બસ સ્ટેશન પર મુસાફરોના ટોળા જોવા મળે છે. રિઝર્વેશન નહીં કરાવનાર મોં માગ્યા પૈસા આપીને વતન જવા અધીરા બન્યા છે.

Recommended