જિલ્લા અને સ્ટેટ ટીમ દ્વારા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો આક્ષેપ કરાયો

  • 2 years ago
રાણપુરમાં ગીરનારી આશ્રમ પાસે આવેલા સરકારી પુરવઠાના ગોડાઉનમાં આગ લાગતા 1 હજાર 219 કિલો અખાદ્ય ચણા અને 3.5 લાખ બારદાન બળીને ખાખ થઇ ગયા છે.તો જ્યારે આગની ઘટના ઘટી ત્યારે ગોડાઉનમાં કોઇ હાજર ના હોવાનું પણ સામે આવ્યું છે.જેથી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.પહેલા જિલ્લાના અધિકારીઓ અને ત્યારબાદ સ્ટેટ લેવલથી ગાંધીનગરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હવે દિલ્હીથી ટીમ આવી ક્યાં કારણોસર આગ લાગી તે દિશામાં તપાસ કરશે.મહત્વનું છે કે જિલ્લા અને સ્ટેટ ટીમ દ્વારા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનો આક્ષેપ કરાયો છે.જ્યારે PGVCLના અધિકારીઓને આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવો કોઇ પુરાવો મળ્યો નથી.જેથી તઓએ તપાસમાં ક્યાંય શોર્ટ સર્કિટ નહીં થયા દાવો કર્યો છે. બીજી બાજુ ગોડાઉન કાર્યરત કરવામાં ના આવ્યું હોવા છતા તેમાં કરોડોનો મુદ્દામાલ મુકવામાં આવ્યો હતો.એવામાં આ આગ અનેક શંકા કુશંકા ઉપજાવી રહી છે.

Recommended