સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો

  • 2 years ago
સુરત મહાનરપાલિકાના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે કેસોમાં વધારો જોવા મળતા મનપાનું પાલિકા તંત્ર દોડતું થયું છે. આ અંગે પાલિકાના

આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીઘરએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થાય છે, પાણી ના ભરાવા થાય છે. ખાસ કરીને ઓગસ્ટમાં પડેલા

વરસાદને કારણે રોગચાળો વકરે છે.

2022ના ઓગસ્ટ મહિનામાં 100 કેસ નોંધાયા

જેથી મેલેરીયા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગયા વર્ષે નોંધાયેલા કેસોની સરખામણી કરીએ તો ગયા વર્ષે 2021ના ઓગસ્ટ મહિનામાં 110

મેલેરિયા કેસ હતા. જે આ વર્ષે એટલે કે 2022ના ઓગસ્ટ મહિનામાં 100 કેસ નોંધાયા છે. તેવીજ રીતે ડેન્ગ્યુના 23 કેસ હતા જે આ વર્ષે ઓગસ્ટમાં ૩૦ કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળ્યો

જેથી પાલિકા દ્વારા રિવ્યૂ કરી તમામ સ્કૂલ, હોસ્પિટલ અને સરકારી બિલ્ડિંગોમાં સર્ચ કરી દવાનો છંટકાવ કરી મચ્છરોનો નાશ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે પાલિકા દ્વારા બાંધકામ

સ્થળે થતી ગંદકી અને બેદરકારી દાખવનાર સ્થળો મચ્છરોના બ્રિડિંગ મળતાં રૂપિયા ૩ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે જેમીની એપ મારફતે પ્રાઇવેટ હોસ્પિટલ,

ક્લિનિક સ્થળેથી માહિતી મેળવી કાર્યવાહી કરાઇ છે. શહેરજનો વિનંતી છે કે ગાર્ડન અથવા ટેરેસને સ્વસ્છ રાખવું. જેથી પાલિકા સાથે મળીને શહેરને મેલેરીયાથી મુક્ત કરી શકાય જેને

સ્વચ્છ સુરત તંદુરસ્ત સુરત કહી શકાય.

Recommended