મારવાડી યુનિવર્સિટીમાં શિક્ષણ ધામને લાંછન લગાડતી ઘટના સામે આવી

  • 2 years ago
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના 19 વર્ષીય વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું સામે આવ્યું છે. 5 વિદ્યાર્થીઓએ ગુપ્ત ભાગે સેનેટાઈઝર લગાવ્યું હતું અને વિડીયો ઉતારી વિદ્યાર્થીને બ્લેકમેલ કરવામાં આવતો હતો. વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કુવાડવા પોલીસ મથક દ્વારા 3 વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ હતી અને અટકાયત પણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના દબાણને કારણે પરિવાર મીડિયા સામે કશુજ બોલવા તૈયાર નથી.

Recommended