કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી

  • 2 years ago
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 8.7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ વ્યારામાં 8.2 ઈંચ, ડોલવણમાં 7 ઈંચ

વરસાદ, બારડોલીમાં 7 ઈંચ, સોનગઢમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ સુરતના માંડવીમાં 5.2 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે.

કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી

ઉલ્લેખનીય છે કે વાલોદમાં 4.9 ઈંચ, નવસારીમાં 4.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 4.2 ઈંચ, મેધરજમાં 3.9 ઈંચ વરસાદ, 37 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન

વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ

સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તથા અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે

વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો

તેમજ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં

વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં નિકોલમાં 4 એમએમ, રામોલમાં 25 એમ એમ હાટકેશ્વર / ખોખરા 3 એમએમ,

પાલડીમા 47 એમએમ, ઉસ્માનપુરામાં 11 એમએમ, ચાંદખેડામાં 8, મેમ્કોમાં 12 એમએમ, નરોડામાં 1 એમએમ, કોતરપુરમાં 2.50 એમએમ, મણિનગરમાં 18 એમએમ, વટવામાં 25

એમએમ વરસાદ નોંધાયો છે.

Recommended