ઉ.ગુજરાત અને મ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

  • 2 years ago
રાજયમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ઉ.ગુજરાત અને મ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા 22 તારીખે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેમજ 23-24

તારીખે ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તથા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં પડી શકે છે ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં વરસાદની આગાહી છે. તથા ગાંધીનગર, અમદાવાદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં સાર્વત્રિક

વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 24 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા,

ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિત ભારે વરસાદ રહેશે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. તેમાં 22 જુલાઈથી રાજયમાં વરસાદનું જોર વધશે.

23 - 24 તારીખે ભારે વરસાદની આગાહી

અત્યાર સુધીમાં 451 mm વરસાદ વરસ્યો છે ત્યારે ફરી રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર

સહિત ઉત્તર ગુજરાતમાં, સુરેન્દ્રનગર અને રાજકોટમાં શનિવારના રોજ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં

હળવો વરસાદી માહોલ રહેશે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતા દ્વારા કરાયેલા આગાહી મુજબ, શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે

વરસાદ પડવાની આગાહી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે.