દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  • 2 years ago
ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. જેમાં 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ
વલસાડ, સુરત, નવસારી, ડાંગમાં વરસાદ પડશે. તથા જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં મેગમહેરની શક્યતા છે.

40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે રાજેયમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ 12, 13, 14 તારીખે અતિભારે

વરસાદની આગાહી છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે. તથા ગુજરાતમાં 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે લીલીયા અને

અંજારમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ મોરબીના ટંકારા અને રાજકોટમાં 2.5 ઈંચ, અંકલેશ્વર અને નડિયાદમાં 2.3 ઈંચ, કામરેજ અને ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહીમાં આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદમાં વરસાદ પડી શકે છે. તથા માછીમારોને દરિયો ન

ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Recommended