સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા

  • 2 years ago
રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય

થવાથી વરસાદ રહેશે. તેમજ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમજ આગામી 24 કલાક અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ વરસાદ

રહેશે. તેમજ બનાસકાંઠા, પાટણ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ રહેશે.
તથા રાજસ્થાન તરફથી રાજ્ય પર એક સિસ્ટમ સક્રિય થઇ છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ રહેશે

તેમજ આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. ત્યારબાદ એક લો પ્રેશર સક્રિય થતા ફરી

વરસાદનું જોર વધશે.

Recommended