ભારે વરસાદની આગાહીના પગલે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

  • 2 years ago
રાજયમાં 22થી 24 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગર, દ્વારકા, કચ્છમાં રવિવારે ભારે વરસાદ પડવાની પણ વકી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં શનિવારે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે શનિવારે અરવલ્લી અને કચ્છમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.