પાર્વતીનંદન પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની કરીએ આરતી

  • 2 years ago
આજે છે આસો વદ આઠમ અને મંગળવાર...આજે મંગળવાર હોવાની સાથે પુષ્યનક્ષત્ર પણ છે તો ચાલો આજના કાર્યક્રમમાં આપણે ગણેશજીની આરતી અને ભજનવંદના કરીએ.શ્રી ગણેશ જે કાર્ય આરંભ કરવા માટેની બુદ્ધિ પ્રદાન કરે છે અને કાર્યને સફળ બનાવવા માટે શક્તિ પણ આપે છે..
તેઓ કાર્યમાં આવતા વિઘ્નોનો નાશ કરીને અભયતાનાં વરદાન પણ આપે છે ,જીવનની શરુઆતથી લઈને જીવન કાળ દરમ્યાન આવતા તમામ પ્રસંગોમાં જો ગણેશનાં આશીર્વાદ હશે તો સાધકને ક્યારેય કોઈ પણ મુશ્કેલી કે અડચણોનો સામનો કરવો નહીં પડે..તો આવો આજની આ યાત્રાને નિર્વિઘ્ન પાર કરવા આપણે પણ આરતી દ્વારા ગણેશજી સમક્ષ શીશ ઝુકાવીએ...