PM મોદીએ સરયૂ ઘાટ પર આરતી ઉતારી

  • 2 years ago
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે છે ત્યારે તેમણે આજે સરયૂ ઘાટ પર આરતી ઉતારી હતી. તો આ પ્રસંગે 15 લાખ દીવડા પ્રગવાટવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો હતો. દરમિયાન આ અગાઉ તેમણે અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. રામલલાના દર્શન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો નકશો જોયો અને માહિતી મેળવી. પીએમ મોદીએ નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીને માહિતી આપવા માટે એક ગેલેરી બનાવવામાં આવી હતી, જેના દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી.

Recommended