બોમ્બવાળા ઇરાની વિમાનની દિલ્હીમાં ઉતરવાની જીદ, ભારતીય સરહદમાંથી આમ ખદેડયું

  • 2 years ago
ઈરાનના પેસેન્જર પ્લેનમાં બોમ્બની ધમકી બાદ ભારતીય વાયુસેના સવાર-સવારમાં દિલ્હીથી જયપુર જવા માટે એલર્ટ થઈ ગઈ હતી. બોમ્બની ધમકીના કોલ બાદ ઈરાની વિમાનના પાયલટે દિલ્હીમાં ઉતરાણ કરવાની જીદ કરી હતી. જોકે દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું કહ્યું હતું. દરમિયાન ભારતીય વાયુસેનાએ એક નિવેદન રજૂ કરીને કહ્યું છે કે ચીનના ગુઆંગઝાઉ જનારા એરક્રાફ્ટને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી બહાર ધકેલવામાં આવ્યું છે. જો કે પાયલોટની જીદને કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી એટીસીએ એરક્રાફ્ટને પહેલા જયપુરમાં લેન્ડ કરવાની સલાહ આપી હતી પરંતુ એરક્રાફ્ટનો પાયલટ દિલ્હીમાં જ લેન્ડ કરવાની જીદ કરી રહ્યો હતો. ત્યારપછી એટીસીએ એરક્રાફ્ટને ચંદીગઢ ખાતે લેન્ડ કરવા કહ્યું પરંતુ પાઈલટે કોઈ જવાબ ના આપ્યો.

Recommended