દિલ્હીમાં વરસાદ તો શિમલામાં બરફવર્ષાની સંભાવના, જોશીમઠમાં ખરાબ હવામાને ચિંતા વધારી

  • last year
ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરતા મજબૂત પશ્ચિમી વિક્ષોભના લીધે રાજધાની દિલ્હીમાં આજે અને શુક્રવારે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ જણાવ્યું કે પંજાબથી લઈને હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.

ફરી શીત લહેરની આગાહી
IMD અનુસાર ગુરુવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે શહેરમાં ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને બરફથી ઢંકાયેલા પહાડો પરથી આવતા ઠંડા ઉત્તર-પશ્ચિમ પવનોની અસરના કારણે આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ફરી શીત લહેર આવવાની ધારણા છે.

Recommended