સિરીયલ 'યે રિશ્તા'માં નાયરાના મોત બાદ પંખૂડી કાર્તિક સાથે કરશે રોમાન્સ
સ્ટારપ્લસની સૌથી પોપ્યુલર ટીવી સિરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ટોપ 10ની ટીઆરપી રેસમાંથી બહાર થઈ ગઈ છે છેલ્લાં ઘણાં સમયથી મેકર્સે કોઈ જ નવા બદલાવ ન કર્યા હોવાથી દર્શકો પણ નિરાશ છે કાર્તિક નાયરાની લવસ્ટોરી અને હાલ મિહિર કપૂર સાથે નાયરાની કેમેસ્ટ્રીના લવ ટ્રાંયેંગલ છતાં દર્શકો કંટાળી ગયા છે ત્યારે હવે ચર્ચા છે કે સિરિયલમાં ઘણાં નવા કેરેક્ટર્સની એન્ટ્રી થશે જેમાં એક નામ છે એક્ટ્રેસ પંખુડી અવસ્થીનું, પંખુડી સ્ટાર પ્લસની જ સિરિયલ ક્યા હોગા અમલા કામાં લીડ એક્ટ્રેસ રહી ચૂકી છે અને ગૌતમ રોડ સાથે લગ્ન કર્યા બાદ 2 વર્ષ પછી ટીવીની દુનિયામાં વાપસી કરી રહી છે મેકર્સ સિરિયલને નવો વળાંક આપવા નાયરા અને કાર્તિકની જિંદગીમાં પંખુડીના કેરેક્ટરની એન્ટ્રી કરશે જેમાં નાયરાનું એક કાર એક્સિડન્ટમાં મોત થશે જે બાદ કાર્તિકના પરિવારજનો તેના લગ્ન પંખુડી સાથે કરાવવાની કોશિશ કરશે એવામાં હવે દર્શકોને કાર્તિક નાયરાની જગ્યાએ કાર્તિક પંખુડીનો રોમાન્સ જોવા મળશે આ નવી જોડી દર્શકોને પસંદ પડશે કે કેમ તે તો હવે આગળ જ ખબર પડશે
Category
🥇
Sports