વડોદરામાં લોકડાઉનમાં જીવન જોખમે ડોર ટુ ડોરના કામદારો કામ કરે છે

  • 4 years ago
કોરોના વાઈરસને પગલે વડોદરા સહિત રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે લોકડાઉનમાં આખુ વડોદરા ઘરમાં બંધ છે, ત્યારે કેટલાક લોકો છે, જેઓ જીવના જોખમે જનતા માટે કામ કરે છે વડોદરામાં ડોર ટુ ડોરનું કામ કરતા કામદારો આજે પણ સોસાયટીઓ અને પોળોમાં કચરો લેવા માટે નીકળ્યા હતા ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે સુખલાલે કટારાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો ડર તો લાગે છે પરંતુ લોકોના ઘરમાં કચરો રહી જાય અને બહાર ફેંકવામાં આવે તો બીજી બીમારીઓ ફેંલાઇ શકે છે જેથી અમે લોકો કચરો લેવા માટે નીકળ્યા છીએ ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે કામ કરતા આ કામદારોને માસ્ક કે સેનેટાઇઝર જેવી કોઇ સુવિધાઓ આપવામાં આવી નથી જેને કારણે આ લોકો ઉપર કોરોના વાઈરસનો ખતરો તોળાઇ રહ્યો છે

Recommended