ગોપાળાનંદ સ્વામીની આજે ૨૩૯મી જન્મ જયંતી,સાળંગપુર હનુમાનજી મંદિરમાં સંતોએ વિશેષ પૂજન કર્યું

  • 4 years ago
મુમુક્ષુ જીવોના ભૂતપ્રેતાદિક કષ્ટોને નષ્ટ કરવા સાળંગપુર ખાતેકષ્ટભંજન દેવ (હનુમાનજી મંદિર)ની સ્થાપના કરનાર ગોપાળાનંદ સ્વામી એક સિધ્ધ પુરુષ હતા સ્વામિનારાયણસંપ્રદાયમાં સ્વામીને અક્ષરમૂર્તિતરીકે લેખવામાં આવ્યા છે શ્રીજી મહારાજના સાનિધ્યનેકારણે ગોપાળાનંદ સ્વામીનો મહિમા ખૂબ વિસ્તર્યો છે ગોપાળાનંદ સ્વામીની જન્મ
જયંતી આજે દરેકમંદિરોમાં ભાવપૂર્વક ઉજવાય છે સ્વામીનો જન્મ ઇડરના ટોરડા ગામે વિસં ૧૮૩૭નાં મહા સુદ-૮ ને સોમવારના રોજ થયો હતો સ્વામીનું પૂર્વાશ્રમનું નામખુશાલ ભટ્ટ હતું અનેતેઓ ઔદિચ્ય બ્રહ્માણ કૂળના હતા સ્વામી બાળપણથી જ તેજસ્વી અને ઐશ્વર્યયુક્ત હતા તેમણે યોગવિદ્યાનો પણ ગહન અભ્યાસ કર્યો હતો અને તેમાંસિધ્ધિ મેળવીહતી સમાધિમાં અતિ નિપૂણતા જોઇ લોકો તેમને યોગીરાજકહીને સંબોધતા હતા ગોપાળાનંદ સ્વામીની અકષ્ટાંગયોગી અને સિધ્ધ પુરુષ તરીકે પણ ગણનાથતી હતી શ્રીજી મહારાજના શિષ્ય બન્યા પછી સ્વામીને ગઢપુર ખાતે મહારાજે વિસં૧૮૬૪નાં રોજ દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામકરણ થયું હતું શ્રીજી મહારાજે ગઢડાખાતે બંને દેશની ગાદીના આચાર્યો તથા સત્સંગની જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સુપરત કરીવિસં૧૮૮૬નાં જયેષ્ઠ સુદ-૧૦નાં રોજ પોતાના શરીરને પંચભૂતમાં વિલીનકરી સ્વધામ ગયા હતા મહારાજ સ્વધામ ગયા પછી સંપ્રદાયનું સુકાન સ્વામીએ સંભાળ્યુંહતું સ્વામીએ સંપ્રદાય માટે સંસ્કૃતના ૧૯ તથા પ્રાકૃતના ૭ ગ્રંથોની રચનાઓ કરીહતી સ્વામીએ ૨૨ વર્ષ પર્યન્ત સત્સંગ સંવર્ધનનું કાર્ય કરી વિસં૧૯૦૮નાં વૈશાખ વદી-૪નાં રોજ વડતાલ ખાતે અક્ષરવાસી થયા હતા અને તેમનાઅંતિમ સંસ્કાર વડતાલ
જ્ઞાનબાગની જગ્યામાં થયા હતા