દિલ્હીમાં ઠંડીનું ઓરેન્જ એલર્ટ, ચુરૂમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે, દ્રાસમાં -25 ડિગ્રી

  • last year
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ સાથે બુધવારનો દિવસ સીઝનની સૌથી ઠંડી સવાર હતી. ધ્રૂજતી સવારની સાથે દિવસ દરમિયાન અનેક સ્થળોએ ભારે ઠંડી રહી હતી. બુધવારે રિજનું લઘુત્તમ તાપમાન માત્ર 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગે રિજમાં કોલ્ડવેવ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવે આગામી 5 થી 7 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ સુધી રાજધાનીના કેટલાક વિસ્તારોમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ રહી શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. શીત લહેર સાથે ધુમ્મસ પણ પરેશાન કરશે. હવામાન વિભાગે 5 થી 7 જાન્યુઆરી વચ્ચે ધુમ્મસ અને કોલ્ડવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો દહેરાદૂન, જમ્મુ, કટરા, અમૃતસરમાં પણ ભારે ઠંડી છે. ઉ.પ્રદેશ, પંજાબ, હરિયાણામા રેડ એલર્ટ તો રાજસ્થાનના ચુરુમાં તાપમાનનો પારો શૂન્યની નીચે છે. દ્રાસમાં તાપમાન માઈનસ 25 ડિગ્રીએ પહોંચી ગયું છે.

Recommended