મૂળ ગુજરાતી ભારતીય યુવક કિકબોક્સિંગ ટીમને કોચિંગ આપશે

  • 2 years ago
કિક-બોક્સિંગ વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમના કોચ તરીકે મૂળ ગુજરાતી યુવકની પસંદગી કરવામાં આવી છે. વડોદરાના સિદ્ધાર્થ આ પ્રતિષ્ઠિત પદ માટે નિયુક્ત થનારા પ્રથમ ગુજરાતી છે. આ વર્ષે 12થી 15 મે દરમિયાન ઈસ્તામ્બુલમાં સાતમાં ટર્કિશ ઓપન કિક-બોક્સિંગ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના કોચ તરીકે સિદ્ધાર્થની વરણી કરવામાં આવી છે. સિદ્ધાર્થ ગુજરાતના કિક-બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે. તેમજ તેમણે કિક-બોક્સિંગમાં 14 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

Recommended