સંઘવીએ વીડિયો સાથે લખ્યું ગુજરાતી છું,ગુજરાતી રહીશ

  • 2 years ago
હાલમાં સોશિયલ મીડિયામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દીકરા આરુષનો રૅપ સોન્ગ ગાતો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આરુષ આ વીડિયોમાં ગુજરાતી ભાષામાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. આ વીડીયો ખુદ હર્ષ સંઘવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યો છે વીડિયોમાં આરુષ તેના મિત્રો સાથે સ્કૂલમાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે.. જેમાં રૅપ કરી રહ્યો છે કે લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.