વડોદરમાં યુનાઈટેડ વેના ગરબા આયોજકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

  • 2 years ago
વડોદરમાં યુનાઈટેડ વેના ગરબા આયોજકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગરબા આયોજકો વિરૂદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ છે. તેમાં નાણાં લીધા પણ યોગ્ય વ્યવસ્થા ન કરતા

ફરિયાદ કરવામાં આવી છે. તેમજ એડવોકેટ વિરાટસિંહે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે. જેમાં મેદાનમાં મોટા-મોટા પથ્થર વચ્ચે ગરબા રમાડ્યા હતા.

મેદાનમાં મોટા-મોટા પથ્થર વચ્ચે ગરબા રમાડ્યા

ઉલ્લેખનીય છે કે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેલૈયાઓએ યાતના ભોગવવી પડી છે. જેમાં યુનાઈટેડ વેના આયોજકો નાણાં પાછા આપે. તેમાં પુરુષના રૂ.4838, મહિલાઓના 1500 રૂપિયા

વસુલ્યા છે. વિશ્વ વિખ્યાત યુનાઈટેડ વેના ગરબા આયોજકો વિરૂદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ છે. જેમાં ગરબા આયોજકોએ ગરબા માટે પાસ વેચી નાણાં લીધા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં

આવી નથી. તેમાં ગરબા માટેના મેદાનમાં મોટા મોટા પથ્થર વચ્ચે ગરબા રમાડ્યા છે. તેથી ગરબા રમવા આવેલા ખેલૈયાઓના પગમાં છાલા પડ્યા છે. યુનાઈટેડ વેના આયોજકો નાણાં

પાછા આપે તથા ખેલૈયાઓએ યાતના ભોગવવી પડી તેનું વળતર આપવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.