બનાસકાંઠાના દિયોદરમાં પેટ્રોલ પંપ નજીક કારમાં આગ ભભૂકી ઉઠી

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઇવે વિસ્તાર પર આવેલ પેટ્રોલ પંપ નજીક એકાએક એક રેડી ગો ગાડીમાં આગ લાગી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. દિયોદર હાઇવે વિસ્તારમાં પેટ્રોલપંપ નજીક અચાનક કારમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ તાકીદે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.