ડીસામાં ધર્મપરિવર્તન મામલે સજ્જડ બંધ

  • 2 years ago
ડીસાના માલગઢ ગામના એક પરિવારના લોકોનું ધર્મ પરિવર્તન કરીને 25 લાખ રૂપિયાની માંગણી કરાતા મોભીએ આપઘાતની કોશિશ કર્યા બાદ સમગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પોલીસે કેટલાંક આરોપીઓની ધરપકડ પણ કરી હતી પરંતુ ધર્મ પરિવર્તન કરેલા પરિવાર હજુ સુધી મળી ન આવતા માળી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. આજે ડીસામાં મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.