વડોદરાના આપઘાત કેસ મામલે જાણો શું છે ACP એમ.પી ભોજાણીનું નિવેદન

  • 2 years ago
વડોદરાના મયુર પટેલના આપઘાત કેસમાં પોલીસે આરોપી દરવેશ મલેકની ધરપકડ કરી છે. આ મામલે એસીપી એમ.પી ભોજાણીએ જણાવ્યું હતું કે આરોપીની પત્ની સલમા મલેક સાથે મૃતકના પ્રેમસંબંધ હતા. સલમાનો પતી પત્નીના આ પ્રેમસંબંધનો ગેરલાભ ઉઠાવતો હતો. તે મૃતક મયુર પટેલને છેલ્લા 3 વર્ષથી પરેશાન કરતો હતો અને રૂપિયા પડાવતો હતો. તેણે અત્યાર સુધી મયુર પાસેથી રૂ.4.50 લાખ પડાવ્યા હતા. વધુ નાણાં ન આપે તો બ્લેકમેલની ધમકી આપતો હતો જેના કારણે યુવકે કંટાળીને આપઘાત કર્યો હતો. આ અંગે મૃતક મયુર પટેલના પિતા દિપકભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે મુખ્ય આરોપી દરવેશની ધરપકડ કરી છે તેમજ સલમા મલેકની પણ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે 28 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે.

Recommended