બિહારમાં બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

  • 2 years ago
બિહારમાં રાતોરાત રાજકીય સમીકરણો બદલીને નીતીશકુમારે બાજી મારી છે. જેડીયુ અને ભાજપના 21 મહિનાના ગઠબંધનનો નીતીશકુમારે અંત આણ્યો છે. હવે બુધવારે બપોરે 2 વાગ્યે નીતિશકુમાર મહાગઠબંધનના સમર્થનથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશકુમારની સરકારને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. અગાઉ નીતિશકુમારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજભવન તરફથી આવતીકાલે સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

Recommended