સોસાયટીની ગલીમાં જ વૃધ્ધાનો દોરો તફડાવ્યો, ચેન સ્નેચરનો આતંક સીસીટીવીમાં કેદ

  • 5 years ago
એક તરફ જ્યાં બેંગાલૂરૂમાં ચેન સ્નેચિંગના બનાવો વધવાથી પોલીસ પણ સ્થાનિકોની મદદ લઈને તપાસ તેજ કરી રહી છે તેવામાં ફરી એકવારઆ ચેન સ્નેચરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સોનાના દોરા તફડાવીને પલક ઝપકતાં જ ગાયબ થઈ જતી આ ગેંગ હવે સોસાયટીનીગલીઓમાં પણ પહોંચી ગઈ છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ઘરના નાકા આગળ જ ચાલી રહેલાં એક વૃધ્ધાની બાજુમાં એક શખ્સ પહોંચીજાય છે આ વૃધ્ધા હજુ તો કંઈ સમજે તે પહેલાં તો તે તેમના ગળામાંથી ઘાતક રીતે દોરો તોડવા લાગે છે તેની પાછળ લાલ કલરની ટીશર્ટમાં રહેલોતેનો સાગરિત પણ તેને ટૂ-વ્હીલર ચલાવીને બેકઅપ આપતો વીડિયોમાં જોવા મળે છે આ બંને ગુનેગારો જાહેરમાં જ તેમના ગુનાને અંજામઆપીને ત્યાંથી દોરો તોડીને રફૂચક્કર પણ થઈ ગયા હતાપોલીસે પણ આ સીસીટીવીના આધારે બેખૌફ ચેન સ્નેચરોને કબજે કરવાની કવાયત
તેજ કરી છે

Recommended