સુરતમાં મહિલાના ગળામાંથી અછોડો તોડતો યુવક સીસીટીવીમાં કેદ

  • 4 years ago
સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલા રમણનગરમાં મહિલા શુભપ્રસંગેથી ઘર તરફ જઈ રહી હતી આ દરમિયાન ફોન પર વાત કરતો એક યુવક તેની નજીકથી પસાર થયો અને મહિલાના ગળામાંથી અછોડો તોડીને નાસી ગયો હતો રવિવારની રાત્રિના લગભગ સાડા સાત વાગ્યા આસપાસ મહિલાના ગળામાંથી અછોડો તૂટતા મહિલાએ રાડા રાડ કરી મુકી હતી જો કે, પેલો યુવક નાસી ગયો હતો મહિલાના ગળામાંથી તૂટેલો અછોડો સોનાનો નહીં પરંતુ બગસરાનો ડુપ્લિકેટ અછોડો હોવાનું મહિલાએ જણાવ્યું હતું પરંતુઆ વિસ્તારમાં મહિલાઓની સલામતિને લઈને પ્રશ્નો ઉભા થયાં હતાંઅછોડો તૂટ્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું સામે આવી રહ્યું છે