રાજકોટમાં સાળાની લાશને ઘરે મુકવા આવેલો બનેવી સીસીટીવીમાં કેદ

  • 4 years ago
રાજકોટ:શહેરમા પાંચ મહિના પહેલા સાળો-બનેવી સાથે દારૂ પીવા બેઠા હતા જેમાં સાળાએ વધુ દારૂ પી લેતા તેને બેભાન હાલતમાં બનેવી જ ઘરે મુકી ગયો હતો અને ઘરવાળાને કહ્યું હતું કે વધુ દારૂ પી લીધો છે સવારે સારૂ થઇ જશે પરંતુ પાંચ મહિના પછી ફોરેન્સીક રિપોર્ટે ભાંડો ફોડી દીધો કે દારૂની અંદર ઝેર ભેળવવામાં આવ્યું હતું મૃતક દેવુભાના પિતા પાસે ઘણી મિલકત હતી અને મૃતક એકનો એક વારસદાર હતો આથી બનેવી અશ્વીન રાઘવજી ડોડિયાની મિલકતમાં દાનત બગડતા સાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો જેથી ભવિષ્યમાં મિલકતો તેને મળે તેવું પ્રાથમીક કારણ પોલીસને જાણવા મળ્યું હતું સગા બનેવી સહિત તેના ચાર મિત્રો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે