સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સદસ્યની નિમણૂક ઈન્ચાર્જ VCએ ગેરકાયદે ઠેરવી

  • last year
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ ગેરકાયદે ઠેરવી છે. પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ તેમની નિમણૂક કરી હતી. હવે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ તેમને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કોર્પોરેટર હાર્દિક ગોહિલે ડૉ. આર્યની નિમણૂકને ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે ડૉ. પેથાણીએ આ નિમણૂકને યુનિવર્સિટીના અધિનિયમ પ્રમાણે કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. હવે તાજેતરમાં જ જામજોધપુરના આંબરડીના નંદાભાઈ કડમૂલે 28 ડિસેમ્બરે કુલપતિને રજૂઆત કરી હતી કે, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના બોર્ડના સભ્ય તરીકે ડૉ.આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે. તેથી હવે કાર્યવાહી કરવામાં આવી છે.