જમ્મુ-કાશ્મીરના શોપિયામાં અથડામણ, એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

  • 2 years ago
ADGP કાશ્મીરે માહિતી આપી છે કે લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી બેની ઓળખ શોપિયાના લતીફ લોન વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે. આ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ, અનંતનાગના ઉમર નઝીર અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતા. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.