આંધ્રપ્રદેશ પલનાડુમાં YSRCP TDPના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ, વાહનોમાં આગચંપી

  • 2 years ago
આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા છે. બંને તરફથી પથ્થરમારો થયો છે. હિંસક અથડામણના કારણે વાતાવરણ ગરમાયું છે. સ્થળ પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી છે. અહીં પલનાડુ જિલ્લાના માશેરલામાં શ્રેણીબદ્ધ હિંસક અથડામણ થઇ છે. અનેક વાહનોને આગચંપી કરવામાં આવી છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.